Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sheetal.pachchigar5@gmail.com Pachchigar

Comedy

4  

sheetal.pachchigar5@gmail.com Pachchigar

Comedy

વરસાદનો વ્યંગ

વરસાદનો વ્યંગ

1 min
313

 વરસાદના એંધાણની વાટને જોતી એ આજ વરંડે ઊભી,

 ત્યાં જ પલંગ પરના મોબાઇલના મેસેજની રીંગ રણકી,

 એ મેસેજ વાંચીને ઘરવાળી તો જાણે આજે ભડકી,

 લાલ વાદળ આકાશે ચડ્યાં હોય એમ તેની આંખો ચમકી,

 આવ્યો આજે પહેલો વરસાદ એમ બહાવરી બની એ ભટકતી,

 માટીની ભીની સોડમમાં એ પગરખાંના નિશાન ગોતતી,

 દેખાયો હું જ્યાં બીજી સાથે તો પછી સાપ બની એ દોડતી,

 જાણે આવી પાનખર હોય તેમ મારા પાન ખંખેરતી, 

 સાથે, જાણે વસંત ભીંજવે તેમ શબ્દોની વૃષ્ટિ કરતી,

 પાનખર સાથે વસંત કરે કુસ્તી તેમ મારી સાથે કુસ્તી એ ચડતી,

કેટલો માદક બન્યો માનવી ઘર નહીં પણ ઘરની શાંતિ શોધે ભટકી 

પત્નીના હાથે પકડાયો ત્યારે મૃગજળમાં એ પાણી શોધે,

પછી તો વીજળી ચમકે, વાદળ ગરજે તેમ મારી પર વીજળી ગરજી,

બંધ કાને આજે મોર, કોયલને પપીહાના અવાજો ગયા રણકી,

બીન વરસાદે વરસાદ પડ્યો આજે વાતાવરણ પણ ઘણું જ દાઝે,

બીન વાદળનો વરસાદ એવો વરસ્યો જેથી હર નર ભાગે

હવે ન કદી વરસાદે મોબાઈલ ભલું વાત બાંધી શીખ લીધી આજે....!

Rate this content
Log in

Similar gujarati poem from Comedy