ઘૂમતો માનવ સમય સંગાથે
ઘૂમતો માનવ સમય સંગાથે
હે..જી.
સમય સંગાથે ઘૂમી રહ્યો, આ માનવ જાણે હું જ મહાન
પણ જોને સમય ખેલે કહેલ એવાં, માનવ થાકી બંને રાંક,
હે.. જી
મારુ તારુ જોને માનવ કરે, દેન હરિની એ ભૂલી જ જાય
મરતી વેળાએ પાછો પસ્તાવો કરે, પછી કાંઈ ન તેનાથી થાય,
હે... જી.
સમય ચલાવે આ જગતને, એની સાથે જ કદમ મિલાવે એ મહાન
જોને સમય સંગાથે જે હાલે નહીં, એની કાયમ પડતી થાય,
હે.. જી..
જેનાં મન મોટા ને હૃદય વિશાળ, જેણે નીરખતાં નેણ ઠરતાં હોય
ખૌફ જરીય ત્યાં ફરકે નહીં, ત્યાં તો આનંદની છોળો ઉછળતી હોય.
હે જી..
આફતમાં મહીં ધીર ધરીએ, વલખે ન વિપત કદી જાય
ઝઝૂમીએ જો વિપત સામે સદા, તો સુખ જીવનમાં છલકાય.
