Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Parag Pandya

Comedy

4  

Parag Pandya

Comedy

ગજબ છોકરીઓ

ગજબ છોકરીઓ

1 min
316


ક્હ્યું એણે- 'મારું કામ કરને'

મેં કહ્યું - 'બોલ,'

બોલી - 'હું તને પૈસા ટ્રાન્સફર કરું,

મારો ફોન રી-ચાર્જ કરાવ,'

'સીધું કેમ નથી કહેતી---

આ છોકરીઓ પણ ગજબ હોય છે !'


કહ્યું એણે - 'મારું કામ કરજે'

મેં કહ્યું - 'બોલ'

બોલી - 'તું મને પાંખાળી એવી કર,

મને પાંખો વગર ઊડાડ.'

'સીધું જ કેમ હશે કહેતી ---

આ છોકરીઓ પણ ગજબ હોય છે !'


કહ્યું એણે - 'કરીશને કામ મારું.'

મેં કહ્યું - 'બોલ'

બોલી - 'બદલામાં તારે જોઈએ શું ?

ચસચસતું ચુંબન ચાલશે ?'

'આવું બોલ્ડ કહેવાય કદી,

આ છોકરીઓ પણ ગજબ હોય છે !'


કહ્યું એણે - 'કાલે ડેટ પર જઈએ,'

મેં કહ્યું - 'ક્યાં ?'

બોલી - 'કહું રાતે. કહી થઈ ગુમ !'

રાત વીતી- સવાર ગઈ- બપોર ધીમી,

આવી ગર્મીમાં દિમાગની ગર્મી

આ છોકરીઓ પણ ગજબ હોય છે !


કહ્યું નહીં કશું એણે - 'મેં મેસેજો કર્યાં !

બોલો - બ્લુ ટીક દેખાઈ જ ના,

કંટાળી ગ્યો સુઈ,સવારે જોયું છોટું મેસેજ,

આઈ ચીટ યુ'

આ છોકરીઓ પણ ગજબ હોય છે !


Rate this content
Log in