દેખાવ
દેખાવ
છોકરીને જોવા છોકરાવાળા આવ્યા,
ઘરની જાહોજલાલી જોઈ લલચાયા,
શરીર પર અભિમાનના વસ્ત્રો પહેરાયા,
પણ લાલચના ભાવ આંખોમાં દેખાયા,
સ્માર્ટ દેખાતા છોકરાની હતી વિશાળ કાયા,
છતાંય અરમાન તો એવા, ન રોકે રંક કે રાયા,
છોકરીની હતી બસ સીધી અને સરળ ભાષા,
પાતળા દેહની નહીં પણ જે બને મારી છાયા,
તેના જીવનની માત્ર હતી બસ એકજ ઈચ્છા,
સંબંધો દેહ ન જોવે, જોવે બસ પ્રેમની માયા,
પરિણામ આવવાનો સમય થઈ ગયો ભાયા,
ગમે તેમ લાલચના તોરણે સંબંધો ના બંધાણા.