STORYMIRROR

Pratik Kikani

Drama

3  

Pratik Kikani

Drama

ઉરના ઊંડાણમાં સરનામું મળે છે

ઉરના ઊંડાણમાં સરનામું મળે છે

1 min
458

ઉરના ઊંડાણમાં સરનામું મળે છે,

જીવન જીવવાનું નવું અનોખું અફ્સાનું મળે છે.

જીવનથી હતાશ તો ડરપોક - કાયરો જ થાય છે,

એ કાયરો પાસેથી પણ ઘણું શીખવાનું મળે છે.

ઉરના ઊંડાણમાં સરનામું મળે છે.

 

દિલમાં બેઠેલા દર્દનું નજરાણું મળે છે,

ક્યારેક થોડો અમીભાવ તો થોડું જુઠાણું મળે છે.

જીવનમાં જૂઠું બોલનારા તો ઘણા પડ્યા છે,

એ જૂઠ્ઠાઓ પાસેથી પણ ઘણું શીખવાનું મળે છે.

ઉરના ઊંડાણમાં સરનામું મળે છે.

 

હૃદયમાં જન્મેલા ઊર્મિભવ ને ઠેકાણું મળે છે,

તેમાં રહેલા લોકોનું દેશીનામું મળે છે.

દુનિયામાં કોઈ કમી નથી બે-ઘર લોકોની,

પણ આ એ જ જગ્યા છે,

જ્યાં બે-ઘર ને પણ સુખેથી ચેનથી રહેવાનું મળે છે,

જીવન જીવવાનું મળે છે.

ઉરના ઊંડાણમાં સરનામું મળે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama