સંવિધાનના પાયા ચાર
સંવિધાનના પાયા ચાર


સંવિધાનના પાયા ચાર;
છતાં બધે દેખાય ભ્રષ્ટાચાર,
વધી ગયો છે પાપાચાર,
ભુલાઈ ગયો બધે સદાચાર,
નેતા ભૂલ્યા શિષ્ટાચાર,
પીએચડી થયા કરીને બફાટાચાર,
કેવળ કર્યા કરે ખોટો પ્રચાર,
મનમાં ઘર કરી બેઠો દુરાચાર,
નથી કરવા દેતો સાચો વિચાર,
પ્રજાને બનાવી દીધી લાચાર.
આમાં સંવિધાનનો શું નાખું, આચાર?