માવઠું
માવઠું
જરાક તાપ ઓછો થયો, ફૂંકાયો વાયરો જોરથી,
ઠંડા વાયરા સાથે વરસી પડ્યું કમોસમી આ માવઠું.
જરાય આશંકા વગર ધસી આવી વાદળોએ અહીં,
છલકાવી દીધું મન વગરનું તળાવનું આ ખાબોચિયું.
આ તેની આછકલાઈ તો જુઓ, વગર શિયાળે હિમ પડ્યું,
ને કરાનાં વરસાદે મનને ઠંડી લહેરોએ મને મુંજવ્યું.
જગતનો તાત દઈ માથે હાથ ઉભો રહ્યો મોલને જોતો,
થયેલાં તૈયાર પાકને નજર લગાડી ગયું આ માવઠું.
ઘણી જગ્યાએ તો જાણે અષાઢી મોસમ જામી,
રસ્તા ઉપર વહેતી કરી નદીને થતું રહ્યું આ માવઠું.
સખત ગરમી, ઠંડી અને વહેતાં વાયરાએ દશા બગાડી,
તાવ, શરદી, ઉધરસને સાથે લઈ આવી પહોંચ્યું આ માવઠું.
"સખી" નીરખી રહી અજાયબ આ કુદરતની કરામતને,
કરેલાં કર્મો માનવીને ભોગવવાની સમજણ આપતું ગયું.
