બંધ હોઠ
બંધ હોઠ


જિંદગીમાં મૂરઝાતા સંબંધ છે
છતાં લાગે છે હજી અકબંધ છે
ભીતર પાનખર છવાઈ ગઈ છે
છતાં આંખોમાં વસંતની સુગંધ છે
મન માન ને સન્માન રોજ મરે છે,
છતાં હ્દયની લાગણીઓ અંધ છે
હૈયાના હોઠે અલીગઢી તાળા છે
છતાં આંખોમાં અમી અગાધ છે
જીવતરની ભાષાના શબ્દ મૂંગા છે
છતાં હોઠના શબ્દોની વાચા બંધ છે
જિંદગીની આ કાંટાળી મૂંગી દોડ છે
છતાં લાગે છે ઝાંઝવાની શોધ છે