Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Tragedy

4  

Manishaben Jadav

Tragedy

નારી તારી દશા

નારી તારી દશા

1 min
345


પ્રેમ તું સૌનાં પર વરસાવતી

પણ પ્રેમ માટે તું સદા તરસતી

નારી તારી આ દશા કેવી છે અટપટી ?


હૈયાના હેતથી સૌને તું ઝુલાવતી

તારા વિના જગને શાંતિ ન મળતી

નારી તારી આ દશા કેવી છે અટપટી ?


તારા આચરણથી ઘર સ્વર્ગ બનાવતી

ઘરમાં તારી મરજી જરા ન ચાલતી

નારી તારી આ દશા કેવી છે અટપટી ?


નાનાં મોટાં સૌનું માન સન્માન જાળવતી

સદા તારા અપમાનને સહન કરતી

નારી તારી આ દશા કેવી છે અટપટી ?


તારા થકી સૃષ્ટિ નિર્માણ કરતી

સૃષ્ટિ તને જ નિર્બળ ગણતી

નારી તારી આ દશા કેવી છે અટપટી ?


બાપના હૈયાના ટુકડો ગણાતી

બાપને માટે પરાયું ધન બની જતી

નારી તારી આ દશા કેવી છે અટપટી ?


જે આંગણે તું ઘર ઘર રમતી

એ આંગણ જ સદા તું છોડતી

નારી તારી આ દશા કેવી છે અટપટી ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy