પ્રેમ
પ્રેમ
વ્યક્તિ ખોવાઈ જેને કહ્યું હતું એ અન્યથી ખાસ છે જીવનમાં,
પ્રેમ ખોવાયો નથી આજીવન વાસ છે પ્રેમ નો હૃદયમાં.
પ્રેમ એ વ્યક્તિ માટેનો અનહદ છે આજ પણ મારા હૃદયમાં,
બસ એણે જીવનસાથી માટે અન્યની પસંદગી કરી લીધી જીવનમાં.
એના પ્રત્યેનો પ્રેમ નથી આપતો નફરતને જગ્યા એના માટે હ્રદયમાં,
ખોટ રહી ગઈ ક્યાંક એના પ્રત્યેના પ્રેમને સાબિત કરવામાં.
એ વ્યક્તિ આજ પણ પાછી આવે તો ગળે લગાડવા હું દોટ મૂકું,
એકપણ સવાલ વિના આજપણ હું એને ચાહું ફરી જીવનમાં.
સવાલોના ચક્કરમાં ના જોઈ શકું હું એને ક્યારેય કશ્મકશમાં,
આ તો ઈશ્વરની મરજી છે શાને રોકું એને પાછા આવતા મારા જીવનમાં.
એના વિના સફેદ રંગ ને જ મહત્વ આપ્યું જીવનમાં,
જો એ આવે તો દરેક રંગને સરખું સ્થાન મળે મારા જીવનમાં.
