આંચકો
આંચકો
જ્યારે જોયો મેં તેને બીજા સાથે ત્યારે આંચકો લાગી ગયો,
પ્રેમની થઈ ગઈ પીછેહઠ ત્યારે આંચકો લાગી ગયો.
હું તો પાગલ હતી તારા પ્રેમની પાછળ,
પ્રેમની હારનાં નિઃસાસાનો ત્યારે આંચકો લાગી ગયો.
દિલનાં ઝરૂખાએ સ્પંદનોની જગ્યા રાખી હતી,
થઈ ગઈ ગણતરીની ભૂલ ત્યારે આંચકો લાગી ગયો.
પળે પળની જિંદગી જીવાતી હતી તારી સાથે,
સરવાળા પછીની બાદબાકીનો ત્યારે આંચકો લાગી ગયો.
"સખી" તેજ હતી મારી તારા શ્વાસોની સાથે,
ઉચ્છવાસ નીકળી ગયો ત્યારે આંચકો લાગી ગયો.
