આપવી પડે છે સાબિતી
આપવી પડે છે સાબિતી


આખી જિંદગી ડગલે ને પગલે
બહુ બધાંને સાચવતા
અનેકવિધ સંબંધોનાં રંગોમાં
ભાવના આપવી પડે છે સાબિતી
નહીંતર સંબંધો વચ્ચે તિરાડ પડે છે
હજી પણ સીતાની જેમ જ
અગ્નિ પરીક્ષા લેવામાં આવે છે
રંગો દુનિયાના એ જ છે
કશું જ બદલાયું નથી
કોઈ સમજે ક્યાં છે
આજેય આપવી પડે છે સાબિતી
સમય બદલાયો ગયો છે
પણ માનસિકતા નથી બદલાઈ
ભીતર સૂધી એ જ માનસ છે
ને સમજદારીનો અભાવ છે
હજુ રાહ એ જ છે
ને રહશે યુગોયુગો સુધી
એ અજાણ્યાં બદલાવની
છતાંયે જિંદગી જીવવી પડે છે
ગમતું ને અણગમતું નિભાવવું પડે છે
જન્મથી મરણોત્તર સુધી,
અનેકવિધ સંબંધોનાં રંગોમાં
ભાવના આપવી પડે છે સાબિતી