પ્રેમ તારો
પ્રેમ તારો
સાથ પ્રેમભર્યો તારો હોય
સથવારો સ્નેહનો મારો હોય,
વિશાળ ગગને ઊડાન તારી હોય
ઊડવા ઈચ્છાની પાંખ મારી હોય,
જીવનની નવલકથા તારી હોય
ને નવલકથાનું શીર્ષક મારું હોય,
રાતે મધમીઠું સપનું તારું હોય
પ્રેમની કલ્પનાનું સપનું મારું હોય,
આ વસંતના ખીલતા ફૂલ તારા હોય
પાનખરમાં ખરી પડતી યાદ મારી હોય,
જીવનની મુસાફરી ભલે તારી હોય
મુસાફરનો વિસામો 'સ્નેહ સરવાણી' હોય.

