STORYMIRROR

Katariya Priyanka

Tragedy

4  

Katariya Priyanka

Tragedy

દુઃખ

દુઃખ

1 min
362

સુખ  હોય તો, વહેંચી  પણ દઉં,

આ દુઃખ, કોને  જઈને  કહું ?

પ્રિતમાં વિષ પીવું પડે તો,

હસતે મુખે  પી લઉ,

આ વિશ્વાસઘાતના  અમૃત સાથે,

કેમ  કરીને જીવું ?


એકલું  જીવવું પડે તો,

એકાંતને મન ભરીને  માણું,

પણ, હાથ પકડી મારો,

વસાવે જો અન્યને નજરમાં,

એની સાથે આયખું કેમ કાપું ?


તારું મૌન પણ આજીવન સાંભળી શકું,

એટલું  ચાહું છું  તને પણ, 

તારી વાતોનો વિષય જ, હું ન રહુ તો,

મારા વ્હાલને ક્યાં વહાવું ?


આંસુની ભેટ હો મારા માટે,

ને સ્મિત સઘળે  આપો,

એવી શુન્યતા કેમ કરીને  સહેવું ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy