Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Parag Pandya

Comedy

4  

Parag Pandya

Comedy

યલો ફંગસ

યલો ફંગસ

1 min
434


પીયુ માટે ઝાંઝર લીધા, લલના બોલી "બતાવું પહેરી ?"

"સાંભળો ખનખન"- ચાલી ગલીમાં, દિવસે ગઈ તારા બતાવી !


ઉપર હતું ગોરીનું મકાન, નીચે હતી ઝવેરીની દુકાન ;

વરસમાં દુકાન ગોરીનું મકાન, નીચે "વેચવાની છે દુકાન" !


એના કામણનો જાદુ મારી પર થયો શું ? એમાં નથી એને રસ,

હા ગામમાં હાટડી કેટલી બંધ થઈ એમાં ટપકે છે એનો રસ !


બાબલો રમતાં રમતાં ભૂલથી તૂટે રમકડું તો ભેંકડો તાણે છે ;

બેબીએ મલકાતા તોડી નાંખ્યું તો રડવું તો આવે ને સાહેબ !


સખીએ પૂછ્યું -- તારો બ્લેક ફંગસ શું કરે છે સહેલી ?

સહેલી-- એ WF વાઈફ ફંગસ થૈ હવે યલો ફંગસ યલો થૈ રહ્યો છે !


Rate this content
Log in