ગઈ
ગઈ
1 min
27.6K
પંખીઓની જાત ઊડી ગઈ.
ઊગતી’તી જે ભોર રૂડી ગઈ.
રહી ગઈ જે ખાલી કહેવતમાં,
સોપારી ગઈ ને સૂડી ગઈ.
ધોળી અણમાનીતી રહી ગઈ,
ગમતી’તી કાળી મૂડી ગઈ.
ડોશીમાંની રોજી ચાલી,
જ્યારે દાતણની ઝૂડી ગઈ.
દાવો જીત્યો પ્લાસ્ટીકે જ્યાં,
ખણખણ કરતી’તી ચૂડી ગઈ.
ભવસાગર તરવામાં “બે-ગમ”
કાગળની હોડી બૂડી ગઈ.
