Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Balkrishna Soneji

Others

2.5  

Balkrishna Soneji

Others

તો ખરા !

તો ખરા !

1 min
13.6K


આસમાં આંબી બતાવો તો ખરા !

સાગરો તાગી બતાવો તો ખરા !


પ્રેમમાં ડંફાસ મારો – નભ થકી,

તારલા તોડી બતાવો તો ખરા !


ફૂલને સૂંઘો અડાડો પાંપણે,

કંટકો ચૂમી બતાવો તો ખરા !


જળ અને સ્થળને સીમાડા દઈ શકો,

પણ હવા બાંધી બતાવો તો ખરા !


હોય જો અમૄત બધા પી જાય પણ,

ઝેરને ચાખી બતાવો તો ખરા !


જીંદગીના જંગને જીતો ભલે,

મોતને જીતી બતાવો તો ખરા.


ઉચ્ચ પદ પામો અને “બે-ગમ” તમે,

હું પણું છોડી બતાવો તો ખરા !


Rate this content
Log in