કોઈ કહેશો કે
કોઈ કહેશો કે
કોઈ કહેશો કે ,
સવારનો પીછો રાત કેમ કરતી હશે ?
કોઈ કહેશો કે,
સુખનો પીછો દુઃખ કેમ કરતું હશે ?
કોઈ કહેશો કે,
આજની રાહ આવતી કાલ કેમ જોતી હશે ?
કોઈ કહેશો કે,
જીવનની પાછળ મૃત્યુ કેમ પડ્યું હોય છે ?
કોઈ કહેશો કે,
જુવાનીની પાછળ ઘડપણ કેમ ઘેલું હોય છે ?
