STORYMIRROR

Sanjaykumar B Dohat

Abstract Inspirational Children

3  

Sanjaykumar B Dohat

Abstract Inspirational Children

મારી દીકરી

મારી દીકરી

1 min
388

મારી પાસે આવ, મારી દીકરી.

હું તને ખૂબ જ પ્રેમ કરું છું, મારી દીકરી.


ભગવાનની મૂલ્યવાન ભેટ છે, મારી દીકરી.

દુનિયાની બધી ખુશીઓ તારામાં છે, મારી દીકરી.

વિસ્તરતા સમજણનું પ્રતીક છે, મારી દીકરી.


મારા આંગણાનું જીવંત ધબકતું હૃદય છે, મારી દીકરી.

સ્નેહના પવિત્ર ઝરણાનું ગીત છે, મારી દીકરી.

જગતના બે કુળોની ઉદ્ધારક છે, મારી દીકરી.


દરેક હુંફાળા સંબંધની સુગંધ છે, મારી દીકરી.

ત્યાગ અને સમર્પણની જીવતી મૂર્તિ છે, મારી દીકરી.

સ્વર્ગની તમામ દેવીઓની ઝલકમાં છે, મારી દીકરી.


માતાની પ્રિય સખી છે, મારી દીકરી.

પિતાની પ્રેમાળ પરી છે, મારી દીકરી.

ભાઈની લાડકવાઈ છે, મારી દીકરી.


મારી પાસે આવ, મારી દીકરી.

હું તને ખૂબ જ પ્રેમ કરું છું, મારી દીકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract