STORYMIRROR

Sanjaykumar B Dohat

Inspirational Others Children

3  

Sanjaykumar B Dohat

Inspirational Others Children

પ્રિય બાપુ

પ્રિય બાપુ

1 min
371

પ્રિય બાપુ, તમે સાબરમતીના સંત. 

પ્રિય બાપુ, તમે દાંડીયાત્રાના સંત. 


અહિંસા અને સત્યના પૂજારી. 

હંમેશા મુખ પર સ્મિત ધારી. 


જેમણે ભારતીયોને  સ્વતંત્ર ભારત આપ્યો. 

અખંડ ભારતનો ઇતિહાસ રચ્યો. 


હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બધામાં વિશ્વાસ રાખ્યો. 

વિદેશી ફિરંગીઓનું શાસન મીટાવી આઝાદીનો સુરજ ઉગાડયો . 


ખાદી દ્વારા આત્મનિર્ભરતાનું સ્વપ્ન જોયું. 

સ્વદેશીઓને તેમને સૌથી અનોખો વિચાર આપ્યું. 


સ્વતંત્રતા માટે સત્યાગ્રહ કરતા. 

હંમેશા રાષ્ટ્રની સેવા માટે જ જીવતા . 


તમને રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે. 

આપણે બધા પ્રેમથી કહો છો બાપુ. 


તમે અમને સાચો રસ્તો બતાવ્યો. 

અમને સત્ય અને અહિંસાનો પાઠ ભણાવ્યો. 


અમે બધા તમારા છીએ બાળકો. 

તમે અમારા પ્રિય બાપુ છો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational