વરસાદ
વરસાદ
આવ્યો રે આવ્યો વરસાદ આવ્યો
ખુશીઓ અને ઉમંગની બહાર લાવ્યો,
ભીની માટીની સુગંધ લાવ્યો
છમ છમ નાચતો મોર લાવ્યો
ખેડૂતોના મોઢા પર ખુશી લાવ્યો,
મન થાય ગરમ-ગરમ ચા પીવાનો
મન થાય ગરમ-ગરમ ભજીયા ખાવાનો,
આવ્યો રે આવ્યો વરસાદ આવ્યો
ખુશીઓ અને ઉમંગની બહાર લાવ્યો !
