STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4.8  

'Sagar' Ramolia

Abstract

એઈ, કા'નુડા !

એઈ, કા'નુડા !

1 min
439


એઈ, કા’નુડા !

શ્રાવણ મહિનો આવ્યો,

ને તારા જન્મદિવસના ભણકારા વાગે છે.


પરંતુ, તું જન્મ લેવાનું માંડી વાળ તો ?

કારણ,

અહીં નિત્ય નવા કા’નુડા જન્મે છે,

એમાં તને ઓળખશે કોણ ?

એ બધા છે તુજથી ચડિયાતા,

તું તો ગોપીઓને રાસ રમાડતો,


આજે તો ગોપીઓને રાત રમાડે છે;

વળી તું ભોળવતો ગોપીઓને વાંસળીથી,

ભોળવાય છે આજની ગોપીઓ

પૈસા અને ફેશનની કાંચળીથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract