સુખને શોધી લઈએ
સુખને શોધી લઈએ
ઈશ્વર સાથે છે હરપળ આનંદમાં રહીએ,
ભગવાન હારે છે હરપળ પ્રસન્ન રહીએ,
ખુશીના ખ્યાલમાં આનંદમાં રહીએ,
નકામું વિચારવાનું છોડીને ખુશ રહીએ,
મહેનતમાં સુખને શોધી લઈએ,
સ્વાસ્થ્યમાં સ્વચ્છ રહી લઈએ,
મનમાં મીઠાશ લઈને સુખ શોધી લઈએ,
આનંદ નામની ઔષધિ લઈને ખુશ રહીએ,
શ્રમની સરળતામાં ખુશ રહીએ,
આળસને આગળ ધકેલીને સુખ શોધી લઈએ,
ખુશીના વિચારોમાં ખુશ રહીએ,
જીવનમાં સંતોષ લઈને સુખ શોધી લઈએ.
