હે જોગમાયા....
હે જોગમાયા....
હે જોગમાયા, હે જગદંબા,
હે ભવાની, હે અંબા ....
તારા ભરોસે મે તો દુનિયા ભૂલાવી
પણ ક્યારેક તું ય ભૂલી પડજે ને માવડી...
હે જોગમાયા, હે જગદંબા.....
કૃપા વરસાવજે માં તારા બાલુડા પર
ભૂલચૂક થાય તો માફ કરજે દયાળી
હે જોગમાયા, હે જગદંબા...
માં તું નવલા રે નોરતાંમાં રમઝટ જમાવજે
હાદ કરું તો માડી રાહડે રમવા ને આવજે
હે જોગમાયા, હે જગદંબા...
મઢડે આશાપુરા બેઠી મઢવાળી
આ રુદિયે બીરાજતી એ મોગલ મછરાળી
હે જોગમાયા, હે જગદંબા...
હે જોગમાયા, હે જગદંબા
હે ભવાની, હે માં અંબા.......
