STORYMIRROR

Hasmita chhanga

Others

4  

Hasmita chhanga

Others

વરસી જા રંગ મેહુલા

વરસી જા રંગ મેહુલા

1 min
196

કાળી વાદલડી તુને વિનવે રે મોરલા

એ હવે વરસી જાને રે રંગ મેહુલા.....


નીલી વનરાવન સૂકાઈ ગઈ ને

સૂકાયા નદી કેરા નીર રે....

એ હવે વરસી જા ને..........


ગાયું ના ગોવાળ વાટ્યું જોવે છે તારી

ગાવલડી ઊભી ઊભી કરે છે પોકાર રે....

એ હવે વરસી જા ને.....


માનું છુ ભૂલો કરી છે મેં અપાર રે

માફ કરી દે ને તું તો દુનિયાનો દાતાર છે ને

એ હવે વરસી જા ને.........


કાળી વાદલડી તૂને વિનવે રે મોરલા

એ હવે વરસી જા ને રે રંગ મેહુલા.......


Rate this content
Log in