ઈચ્છું છું
ઈચ્છું છું
જીવું છું એટલે જીવનનો
સ્વાર્થ ઈચ્છું છું.....
એકલતા માં જીવન જાજુ જીવ્યાં
હવે એક જીવનસાથીનો સંગાથ ઈરછુ છું......
જીવું છું એટલે.........
બાળપણ તો જાણે જુુુનુ થયું ને
મિત્રો મળયા તેને વર્ષો વિત્યા
ફરી એ દોસ્તી ની મહેફિલનો સાથ ઈરછુ છું......
જીવું છું એટલે.......
દરિયાના એ ખારાં પાણી
તો ખોબે ખોબે પીધા
હવે એ વહેતી નદીના નીરની
મીઠાસ ઈરછુ છું......
જીવું છું એટલે.......
ઉનાળાના એ તપતા તડકામાં
પણ ખુબ તપયા
હવે મોસમ નો પહેલો
વરસાદ ઈરછુ છું......
જીવું છું એટલે......
ધરતીના પેટાળમાં રહીને
જાણે ઊંડા ઉતરી ગયા છીએ
હવે પંખીની જેમ ઊડવા
ખુલ્લું આકાશ ઈરછુ છું.......
કારણ કે જીવું છું એટલે........
