પપ્પા એટલે
પપ્પા એટલે
પપ્પા એટલે એ ઘટાદાર વૃક્ષ
જેેેની છાયામાં હું ઉછરેલી,
પપ્પા એટલે એ વિશાળ દરિયો
જ્યાં મારી બધી જ લાગણીઓ ઠાલવી શકું,
પપ્પા એટલે દીકરીનું એ આકાશ
જ્યાં તે આઝાદ પંખીની જેમ ઊડી શકે,
પપ્પા એટલે મારું એ કલ્પવૃક્ષ
જ્યાં ઈચ્છા માંગો એટલે તરત જ પૂરી,
પપ્પા એટલે એ સુરક્ષાકવચ
જેેેેેમની સુરક્ષામાં હું આજે સુરક્ષીત છું,
પપ્પા એટલે મારું માન અને સન્માન
અને છેલ્લા શ્વાસ સુધી પપ્પાનો ચહેરો
જોઉ ને એટલી ઈચ્છા છે ભગવાન,
પપ્પા એટલે મારા અવનવા નામો
રાખવાવાળા મારા ફઇબા
જે ક્યારેય કહે કોકી તો ક્યારેક કહે કંચન
પણ દરોજ જ્યાં હેત વરસે ને
એવું નામ એટલે જીવલી........
પપ્પા એટલે મારો પડછાયો
પપ્પા એટલે મારો જીવ
અને હું એમની જીવલી.
