હું અને તું
હું અને તું
મારા શબ્દોની બનેલી
મારી ગઝલ છે તું ...
હું કોરો કાગળ ને
મારી કલમ છે તું.....
હું થનગનાટ મોરલો ને
મારી રંગીલી ઢેલણ છે તું.....
હું તો પાઠ્યપુસ્તક
અને મારૂં પ્રકરણ છે તું......
હું અકબર બાદશાહ ને
મારી મુમતાઝ રાણી છે તું....
હું નાનકડો દરિયો ને
મારો કિનારો છે તું.....
હું ખુલ્લું આકાશ ને
મારો સિતારો છે તું....
હું ચાલતો મુસાફર ને
મારી મંજિલ છે તું....
હું મેઘલો મેઘધનુષ ને
મારો સતરંગી રંગ છે તું.....
હું ગીરનો સાવજ ને
મારી અતરંગી સિંહણ છે તું.

