STORYMIRROR

Hasmita chhanga

Others

3  

Hasmita chhanga

Others

હવે તો વરસી જા

હવે તો વરસી જા

1 min
258

હવે નથી થતો સહન 

આ અઘરો તાપ......

કેેમ સતાવે છે મેહુલા ?

હવે તો વરસી જા ! બાપ....


આભનો ય રંંગ બદલાય 

અને ઝબકારા કરે વીજ.....

જો થાય તારું આગમન

તો રાખું ખેતરમાં બીજ......


મોરલો પણ આભમાં 

માંડી બેઠો છે મીઠી નજર.....

ને વાદળને પૂછે છે ઘડીએ- ઘડીએ

કે મારા મેહુલાની કઈ ખબર ?....


વાટ જોવે તારી ચાતક, મોરલા

ને ખાસ એ જગતનો તાત.....

કેમ રિસાયો છે વા'લા !

ઘડીક કરી જા ને મારાથી વાત.....


કેેમ સતાવે છે મેહુલા 

હવે તો વરસી જા ! બાપ.......


Rate this content
Log in