STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

યાદોના ઝરૂખે

યાદોના ઝરૂખે

1 min
415

મળવું અને જુદા થવું જિંદગીની એક અકળ રીત છે

મિલન અને જુદાઈ, દરેકની જિંદગીનું ગીત છે,


શારદા બહેન અને હિંમત ભાઈ થવાના છે આપણાથી અલગ

આ સરસ મઝાની જોડીની યાદો, આપણું સોનેરી અતીત છે,


એમની યાદોનો મધુર હીંચકામાં ઝૂલતા રહેશું આપણે

શારદા બહેન અને હિંમત ભાઈની, આપણા સાથે અનેરી પ્રીત છે,


સમાજની કરવાની હોય સેવા કે હોય વ્યાવહારિક વાતો

આ મસ્ત જોડીના મનમાં, સહુ થી પહેલે સમાજનું હિત છે,


રંગારંગના હોય કાર્યક્રમ કે હોય ધીંગામસ્તી તહેવારની

આ જોડીની ધમાલ, આપણને કરતી રહેવાની પુલકિત છે,


એમની મહેમાનગતિ, એમનો સાલસ સ્વભાવ અને એમની ઊર્જા

દૂરથી પણ આપણા ચિતને કરતી રહેવાની ચીત છે,


દિવસો બની ને આવશે મધુર યાદોનું ગીત, જૂની વાતો પૂરાવશે સંગીત

યાદો, આપની ક્યારેક બનશે આંસુ તો ક્યારેક મલકાટ, એટલું નિશ્ચિત છે,


આ જોડી ના સરસ કર્મો એ આપ્યા છે એમની સંતાનરૂપી મધ મીઠાં ફળ

ગુલાબ જેવી ‘પીંકી’, અણમોલ રતન ‘નીલમ’ અને પાવન ‘પુનીત’ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract