Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mehul Patel

Abstract

3  

Mehul Patel

Abstract

આઝાદ છે મા ભારતી ?

આઝાદ છે મા ભારતી ?

1 min
350


એક વાર નજર તો કરો,

શું, આઝાદ છે મા ભારતી !


સોનાની હતી જેની મૂરત,

તે નથી રહી આ ધરતી !


હતી હરિયાળીથી જે લહેરાતી,

તે આજ દવાઓથી છંટકાતી !


વ્યોમ વિશાળે સ્વૈર વિહાર કરતી, 

કેમ ઉદાસ જણાતી મા ભારતી ?


નદીઓના મધુર સ્વરે ખળખળતી,

આજ કેમ નથી હસતી કે રમતી. ?


હતી ફૂલોની મહેક પ્રસરાવતી,

આજ પૈસાના તોલે સુગંધ ફેલાતી


હતી ગૌધણની ધૂળથી હરખાતી, 

રોડ ને રસ્તા ક્યાંએ ધૂળ ઊડતી ?


ગર્વથી વિશ્વાસના શ્વાસે જીવતી ?

આજ, ઓક્સિજનના વલખાં મારતી !


હતું પક્ષી કલરવથી આકાશ ગૂંજતું,

મોબાઈલ ને લાઉડસ્પીકરોથી પંખી નામશેષ થતું ! 


એકવાર તો આવીને જુઓ,

શું, આઝાદ છે મા ભારતી ?


હતી અખંડિતતાની મૂરત,

આજ ખંડિત થઈ છે મા ભારતી !


સત્તા પ્યારી લાલચતાએ,

દીનને શુષ્ક થઈ છે મા ધરતી !


ગાંધી, સરદારને સર્વે શહિદ વીર,

એક વાર આવીને તો જુઓ !


જે છોડી ગયા હતા સોનાની મૂરત

 શું, તે જ રહી છે મા ભારતી ?


એકવાર તો આવીને જુઓ,

શું, આઝાદ છે મા ભારતી ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract