કિનારાની શોધમાં
કિનારાની શોધમાં
સંસારરૂપી દરિયો
કેવી કેવી મોજ છે,
માણે સુંદર જીવન
જીવનમાં તો મોજ છે,
ઊંડા ઉતરો દરિયામાં
દુઃખોનો પહાડ છે,
સહન કરવાની નથી તાકાત
હિંમત પણ ઓછી છે,
જીવનના અંતે
સમજણ આવવી જરૂર છે,
સંસારના દરિયામાં
બધાને કિનારાની શોધ છે,
દેખાય છે કિનારો પણ
કિનારે જવાની ના હિંમત છે,
મન હોય મક્કમ તો
ઈશ્વર કૃપા હોવી જરૂર છે,
યાદ રાખો આપણા પ્રભુને
બધા દરિયાનો કિનારો એક છે,
તક મળે છે બધાને
પણ આંખો બધાની અહીં બંધ છે,
દરિયામાં મારે ગોથા પછી
કહે કે આ તો ખુદાનો દોષ છે,
આપણે છીએ ખુદાના તો
ખુદાની જીમ્મેદારી છે !
મનમાં બબડીએ કે
આમાં ક્યાં આપણો દોષ છે !
કિનારે લઈ જવાની
ખુદાની જીમ્મેદારી છે !
