કીડી કહે મંકોડાને
કીડી કહે મંકોડાને
કીડીએ કહ્યું મંકોડાને કંઈક તો બોલ
જલ્દી એક શબ્દ બોલ્યો કંઈક તો બોલ,
જવાનું છે ક્યાં એ તો જલ્દી મને કહે
તૈયાર થાઉં કે નહીં એ તું તો બોલ,
કેટલાને કહ્યું છે એ તું બોલ
સખીઓ સાથે ચાલું કે નહીં જલ્દી તું બોલ,
લાગે છે કે કોઈ મિજબાની યોજાઈ છે
કીડી મંકોડાની કૂચ તરફ તું જો,
ઓહોહો આપણે જ મોડા છીએ
જલ્દી તું ચાલવા માંડને,
મંકોડાને હતી ઉતાવળ, દોટમાં કરી ભૂલ
જુએ છે કે કીડીઓની લાંબી છે કૂચ,
કીડીએ સાચી દિશામાં કરી જોરદાર દોટ
કીડી મંકોડાના ઉત્સાહમાં ના આવે ખોટ.
