સાગર કિનારા
સાગર કિનારા
મોજાઓએ બાંધીને આંખે પાટા,
નીકળી પડ્યા છે એક સામટા,
ક્યારે તો જોશ અને તાવમાં,
લગતા કદી એ શાંત સ્વભાવમાં,
કોઈને તો એ સદાય શોધતા,
જેના વિના અધૂરા એ લાગતા,
છે એ તો સાગરતણા કિનારા,
હરદમ હદની યાદ દેવડાવનારા,
તેમના સંબંધો છે મીઠા મધુરા,
ભરતી ઓટ ટાણે દેખાતા પુરા,
મર્યાદામાં પૂરેપૂરા માનનારા,
મોજાઓ શોધતા રહેતા કિનારા.
