શિયાળાની ઋતુ
શિયાળાની ઋતુ
ઠંડો શિયાળો
નજરની તાપણી,
અનેરી હૂંફ.
હૂંફાળી વાત
શિયાળાની છે રાત,
મસ્ત જબરદસ્ત.
મદમસ્ત છે
કાતિલ યૌવના છે,
શિયાળુ રાત.
કેમ્પ ફાયર
શિયાળાનો આનંદ,
ગામ ગપાટા.
શિયાળા ઋતુ
તબિયતની કોઠાર
વર્ષભરની.
શિયાળો પૂરો
વસંતની આહટ
ગરમાહટ.
