જિંદગીના તરંગ – હોળીના રંગ
જિંદગીના તરંગ – હોળીના રંગ
પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાનું સર્વથા ઉચિત છે
વસંતના આગમનને વધાવવાનું હોળી બને નિમિત્ત છે,
હોળી તો ધર્મ અને ઉત્સવનું સરસ મઝાનું છે સંગમ
હોળી તો આપણી સંસ્કૃતિનું સદાબહાર ગીત છે,
મજાક મજાકમાં સાચું સંભળાવી દેવાની રીત છે
શુષ્ક થઈ ગયેલ સંબંધને હોળી કરે પુલકિત છે,
એક જ જાતની કંટાળાજનક જિંદગી માટે બ્રેક છે હોળી
હોળી તો આપણી જિંદગીનું ખડખડાટ કરતું સ્મિત છે,
મજા, મશ્કરી, મોજીલાપણું પણ જિંદગીના મીત છે
દિલ ખોલીને જીવવામાં જ આપણા સહુનું હિત છે,
હોળી આપે છે ધર્મના વિજયનો સંદેશ
અધાર્મિક લોકો આખરે થાય પરાજીત છે.
