STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

3  

Kiran piyush shah "kajal"

Abstract

વાયડી

વાયડી

1 min
376

જિંદગી થોડીક લાગે વાયડી, 

લાગતી ચાલાક જાણે લોમડી,


લાગણી સમજાય આંખો ખોલતાં, 

એ જ સમજાવું કરો ને ગોઠડી, 


ઓળખી આંખો તણો પલકાર ને, 

ચાલ મસ્તાની બનાવે ફાંકડી,


લાકડી ઝાલી કદમ માંડ્યા છે ધીરે, 

કેડી કંકર સાથ જગ્યા સાંકડી, 


આખરી પળ હોય જીવી જિંદગી 

થાય સૌને આ નથી કઈ બાપડી, 


ફૂલ ફોરમ સાથ સંગાથી બની, 

વાયરે વાતી ઊડી છે પાંદડી,


મન અધીરું બાવરું શોધે પછી 

મોહ જાગ્યો કોણ જુએ આંખડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Abstract