અલબેલી દુનિયા
અલબેલી દુનિયા
ક્યાંક હરખાય છે ને ક્યાંક મલકાય છે,
આ અલબેલી દુનિયા હરખભેર થઈ જાય છે,
કયારેક કવિતાનો સાર તો કયારેક સંગાથી બની જાય છે,
શબ્દો દ્વારા વાતચીતની જંગ છેડે છે,
ક્યાંક કોઈના ચેહરા પરનું સ્મિત બની જાય છે,
તો ક્યાંક હૈયાની હટકીનું મલમ બની જાય છે,
અલબેલી દુનિયાનો એક તું સહારો બની જાય છે,
શમણાં જિંદગીના મધુરરસને સ્નેહમાં પરોવી જાય છે,
ક્યાંક તારી લાગણીની હૂંફ જિંદગી બની જાય છે,
અલબેલી દુનિયા જિંદગી જીવતાં શીખવી જાય છે.

