સતત જિંદગીમાં, સાથે વહેતી, આજ
સતત જિંદગીમાં, સાથે વહેતી, આજ
સતત જિંદગીમાં, સાથે વહેતી, આજ છે તું
નાં, કદી ડૂબે એવી, સંધ્યાની સાંજ છે તું,
હાલક ડોલક થતી, વહેતી રહી આ જિંદગી
નાં, કદી પૂરી થતી આપણાં બંનેની વાત છે તું,
શું કહું, આ શબ્દોની વણઝારમાં શોધતો તને
કવિતા કે ગઝલ લખું શબ્દો તણો શણગાર છે તું,
આડી અવળી દોડતી આ જિંદગી સાથ તારી
દરિયા કિનારો, મઝધાર અને ક્ષિતિજ છે તું,
ઉષાકાળે ખીલતી, મધ્યાહને, સંધ્યાકાળે મઘમઘતી
પૂરા, અધૂરા જોયેલા સપનાંની રાત છે તું,
લખાયેલી, ન લખાયેલી જિંદગીનું પ્રકરણ તું
કવિતા, ગઝલ, વાર્તામાં મારો અવાજ છે તું.

