STORYMIRROR

Pravina Kadkia

Inspirational

3  

Pravina Kadkia

Inspirational

આયખું

આયખું

1 min
6.6K


દિલનું દર્દ બાંટીને પ્રદર્શન ન કરી શકીએ;
આ અંતર સહુની સમક્ષ ખોલી ન શકીએ.

ખુશી અને હાસ્યનો ખજાનો સહુ સમક્ષ,
દર્દને નામે રોતી સૂરત લઈ ફરી ન શકીએ.

ભલે લોક મનમાન્યો અર્થ કરી હસે તને,
જગે ના સમજને કદી સમજાવી ન શકીએ.

પ્રવૃત્તિઓના મેળામાં અટવાઈને દીન જીવ
સહુને રીઝવાવાનો ઈજારો લઈ ના શકીએ.

પ્રેમ તો દિલોજાનથી કર્યો હતો, તને સનમ,
સહારો છોડી આયખું વિતાવી ના શકીએ. 

સત્યને શાંતિની મશાલ લઈને આ જીવન,
અંધારે ભટકી આયખું પૂરું કરી ના શકીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational