મને મંજુર છે
મને મંજુર છે
કહી દો કોઈ આ વસંત ને, તું આવે કે ન આવે,
મને તો સૂકી પાનખર માણવી પણ મંજૂર છે.
કહી દો કોઈ આ મોરલા ને, તું નાચે કે ન નાચે,
મને તો મનનાં મોર નચાવાનૂં પણ મંજુર છે.
કહી દો કોઈ આ કોયલડી ને, તું કુંહૂં કરે ન કરે,
મને તો મુરલી માં કુંહૂં કુંહૂં કરવું પણ મંજુર છેં.
કહી દો કોઈ આ પપીહાં ને, તું પિયું બોલે કે ન બોલે,
મને તો પ્રિયતમાને સાદ કરવો પણ મંજુર છે.
કહી દો કોઈ આ પ્રિયતમાને, તું આવે કે ન આવે,
મને તો જીંદગી આખી વાટ જોવી પણ મંજુર છે.
કહી દો કોઈ આ પૂનમના ચંદ્રને, તું ખીલે કે ન ખ
ીલે,
મને તો અમાસની કાળી રાત પણ મંજુર છે.
કહી દો કોઈ આ વાદળને, તું ગરજે કે ન ગરજે,
મને તો મારા આત્માની ગર્જના પણ મંજુર છે.
કહી દો કોઈ આ મેઘ મલ્હારને, તુ વરસે કે ન વરસે,
મને તો હૃદય પીગળાવી ભીંજાવાનું પણ મંજુર છે.
કહી દો કોઈ આ સમીરને, તું લહેરાય કે ન લહેરાય,
મને તો મારા શ્ર્વાસ ની સરગમ પણ મંજુર છે.
કહી દો કોઈ આ સરિતાને, તું વહે કે ન વહે,
મને તો નયનથી અશ્રુ વહાવવું પણ મંજુર છે.
કહી દો કોઈ આ દુનિયાને કે, "મુરલી" બાવરો થયો છે,
મને તો બાવરો બનીને રહેવાનું પણ મંજુર છે.