STORYMIRROR

Nirali Shah

Romance

4  

Nirali Shah

Romance

રજની

રજની

1 min
308

ક્યારે સમજીશ તું વાત મારા દિલની ?

તુજ વિના કેવી વસમી લાગે આ રજની,


તારા જ વિયોગમાં વેરણ બની આ નીંદર,

ક્યારે કહી શકીશ તને હું મારી કથની ?


તુજ સંગ સુખ ને તુજ વિના દુઃખ,

કેમ કસોટી કરે તું મારા જીવની ?


વરસાદે કરી ભીની આ સડક,

મારી પાંપણો તો તારી યાદોમાં જ ભીની,


હવે ના જોવડાવીશ વધારે વાટ,

હર પળ તારા આગમનને ઝંખે તારી સજની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance