ન રહે દૂર તુ મારાથી
ન રહે દૂર તુ મારાથી
તુ છો રંગ રસીયો, મનમાં તુ વસીયો,
ન રહે દૂર તૂ મારાથી
સપનામાં આવી સતાવે છે મુજને,
સૂરત તારી ભૂલાતી નથી.
મુરલી વગાડીને બોલાવી મુજને,
શા માટે સંતાયો મારાથી
દ્વારે ઉભીને જોઉં તારી વાટડી,
વિરહ સહેવાતો નથી મારાથી
હ્દય ભીતર છબી છે તારી,
દૂર થઈ શકતી નથી મારાથી
યમુના તીરે આવીને ઉભી છું,
તડપ સહેવાતી નથી મારાથી
તરસી રહી છું તુજને નિરખવા,
તરસ્યા રહેવાતું નથી મારાથી
અમી ભરેલી નજર છે તારી,
નજર ભૂલાતી નથી મારાથી
મીઠી મીઠી તાનો છેડી રહ્યો તું
સાંભળી રહેવાતુ નથી મારાથી
પૂનમની રાતનો ચંદ્ર ખીલ્યો છે,
હરખ રોકાતો નથી મારાથી
"મુરલી" મનોહર પ્રગટ થઈ જા તુ,
તારા વિના નચાતું નથી મારાથી.

