STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

મને નહિ ગમે

મને નહિ ગમે

1 min
513

તું અનરાધાર વરસ,

મને આ ઝરમર ઝરમર નહિ ગમે,

તું ઝાકળનું બુંદ બનીને ભીંજવ,

મને આ મૃગજળથી છેતરાવું નહિ ગમે.


તું ચાંદની બનીને શીતળતા આપ,

આ સૂરજનો આકરો તાપ મને નહિ ગમે,

તું શ્વાસો શ્વાસ બનીને આવ,

મને આ છળ કપટવાળો સંબંધ નહિ ગમે.


હું તો એક માછલી છું જળ બનીને આવ,

આ આકાશ અને ધરતી જેવા અધૂરા સંબંધો મને નહિ ગમે,

આ જીવનમાં પૂરા જીવન માટે આવી જા,

એક બે ક્ષણનું મિલન મને નહિ ગમે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance