STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

નિરંતર

નિરંતર

1 min
680

સમંદર સરિતાની શોધમાં ઊછળે નિરંતર,

નિહાળે દૂરસુદૂર તોયે એને ન મળે નિરંતર,


મથતો એના દર્શન કાજે સરિતાસાગર થવા

થૈ નિરાશને કરી ક્રોધ એ તો ગરજે નિરંતર,


ઉત્તંગ એનાં અંબર આંબતા ફરિયાદ કરવા

હે હરિ કદી કૈંક મારું પણ વિચારજે નિરંતર,


વિયોગની વેદના જાણે કે ખારાશ વધારતી,

અશ્રુધારે જળરાશિમાં ક્ષાર ભળે નિરંતર,


ને એકદા ઊછળકૂદ કરતી આવી રહી સરિતા,

સાગર જેવો સાગર એમાં ઓગળે નિરંતર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance