STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Romance

4  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

એ ઘણું છે

એ ઘણું છે

1 min
649

કે તમને હું મળી શક્યો છું, એ ઘણું છે,

મારામાં હું ભળી શક્યો છું, એ ઘણું છે,


હું ખુદા નથી છતાં એ વાતનો આનંદ છે,

જગતને હું કળી શક્યો છું, એ ઘણું છે,


અમૃત જેવો તારો પ્રેમ હતો એટલે જ,

થોડું ઝેર હું ગળી શક્યો છું, એ ઘણું છે,


આમ તો કશું વધ્યું ન્હોતું આ શરીરમાં,

ચિતાએ હું બળી શક્યો છું, એ ઘણું છે,


ઈચ્છા તો ક્યાં હતી તારાથી દૂર થવાની,

તે કહ્યું ને હું વળી શક્યો છું, એ ઘણું છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance