STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

"મારી લાઈફ લાઈન છે તું."

"મારી લાઈફ લાઈન છે તું."

1 min
7

લખવું નથી કઈ તો પણ લખાઈ જાય છે,

તારી વાતો આમ ગઝલમાં વણાઈ જાય છે !


રૂપ તારું કેવું મનમોહક કેવું અદભુત છે !

મહેફિલની શાન બની એતો છવાઈ જાય છે.


કેટલીય ઉદાસી હતાશા કેમ ન હોય હૈયે !

તારું સ્મરણ થતાં મુખ મલકાઈ જાય છે !


તારી એક એક યાદો દિલની સંદૂકમાં ભરી મે,

તારી એક ઝલકથી આશાનો મિનારો ચણાઈ જાયછે.


તારા મિલને મળી મને કેવી અદ્ભૂત ખુશી !

મારા હોંઠોથી ખુશીનું ગીત ગવાઈ જાયછે.


તું અને તારી હંસી ખુશી સલામત રહે સદા,

બસ ઈશ્વર પાસે એ દુઆ મંગાઈ જાય છે.


કહેવું તો ઘણું છે મારે પણ તને, કેમ કહું ?

તું સામે આવતા મારા હોંઠ સિવાઈ જાય છે.


મારી કિંમતી અદભુત અનોખી લાઈફ લાઈન છે તું,

મારાથી જગની સામે એ એલાન થઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance