તું મારા રૂહની આસપાસ છે
તું મારા રૂહની આસપાસ છે
જીવનમાં મારા માટે તું એકદમ ખાસ છે,
તારા અસ્તિત્વ થકી જ ચાલે મારા શ્વાસ છે.
ફૂલમાં તું દેખાય,બાગમાં પણ તુજ દેખાય,
અત્ર તત્ર સર્વત્ર તારા હોવાનો મને ભાસ છે.
દુનિયાના કોઈ દુઃખ દર્દ પરેશાન નથી કરી શકતા મને,
કેમ કે મે પહેર્યો તારા પ્રેમનો લીબાસ છે !
મળ્યો જીવનમાં મને તારો સુવાળો સંગાથ,
એટલે જ ઈશ્વર પર જાગ્યો વિશ્વાસ છે.
તુજ મારી આશા અને તુજ મારો વિશ્વાસ,
તું જ સદા મારા રૂહની આસપાસ છે.

