શમણાંઓનું નગર
શમણાંઓનું નગર
આંખમાં છે શમણાંઓનું અદભુત નગર,
એટલેજ નીંદ પર થઈ છે એની અસર.
રાતોની રાતો જાગે છે આ મારી આંખો,
નથી રહી શકતી એ તારા દીદાર વગર.
આ જોને મારું મન પણ કેવું અજબ છે !
તારા પ્રેમમાં જોને બન્યું છે એ ચકચૂર !
મારા હાથમાં રહ્યું નથી હવે મારું હૈયું,
રાતદિવસ કર્યા કરે છે તારી યાદોની સફર.
ખુશીનો બાગ આપવો કે ઉદાસીની આગ,
એતો સઘળું હવે આધારિત છે તારી ઉપર.

