તું મારી વાર્તા બનજે
તું મારી વાર્તા બનજે
મારી કહાની મારો કિસ્સો બનજે તું,
જીવનનો અતૂટ હિસ્સો બનજે તું.
નથી કઈ અપેક્ષાઓ તારી પાસે જાજી,
બસ તારો પ્યાર મળશે તો પણ હું રાજી.
નથી જોઈતા મને મોંઘા દાગીના ને કાર,
હોય તકલીફમાં તો તું આપજે સહકાર.
મારા માટે તારો પ્યાર એજ મારો શણગાર,
સાથ આપી કરજે તું મારા સપનાં સાકાર.
હાથમાં હાથ પકડીને ચાલજે તું મારી સાથે,
હવે તો આ આયખું રહેવું મારે તારી સંગાથે.
લાગે જો ઠોકર તો પકડી લેજે તું મારો હાથ,
જીવનમાં કશું નાં હોય ત્યારે તું આપજે સાથ.

